MENTAL HEALTH FIRST AID KIT…

મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઇડ કીટ… ફોર સેલ્ફ હેલ્પ…

મેડીકલ ફર્સ્ટ એઇડ કીટ.. મેડીકલ ઇમરજન્સી માટે વપરાતી હાથવગી કીટ.. તેના વિષે તો આપણે બધા જાણીએ છીએ, સાંભળ્યું જ છે, જે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રાખતી હોય છે. જેથી કરીને અમુક પ્રકારની મેડીકલ  ઇમરજન્સીમાં તાત્કાલિક ઉપચાર શરુ થઇ શકે. પણ, તમે મેન્ટલ હેલ્થ માટે પણ આવી કીટ હોય શકે ? તેવું વિચારી જોયું છે ? આ કીટમાં શું હોય શકે ? તે કોના માટે જરૂરી છે, અથવા કોણ કોણ તે રાખી શકે ?

રીયા કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરે છે. તેને વર્ષોથી માઇગ્રેનની તકલીફ છે. જો જરા સરખું પણ તેના જમવામાં મોડું થઇ જાય, અથવા તે સ્ટ્રેસમાં હોય, તો અચુક તેને માઇગ્રેનનો દુઃખાવો ઉપડે. ક્યારે આવું બને, તે કહેવું શક્ય નાં હોય. કોલેજમાં ભણાવતી વખતે પણ થાય, ફરવા ગયા હોય, ત્યાં પણ માઇગ્રેનનો દુઃખાવો શરુ થઇ જાય. સાથે અનેકવાર ઉલટીઓ પણ શરુ થઇ જાય. આથી, ધીમે ધીમે તેણે આ માટેની દવાઓ સાથે રાખવાનું શરુ કર્યું. તેની પાસે હંમેશા તેના પર્સમાં, બેડરૂમમાં, તેની કારમાં દવાનુ એક એક પત્તું તો હોય જ. ભગવાન જાણે, ક્યારે તેને જરૂર પડે ! સાથે એન્ટાસીડ પણ હોય અને ઇન્સ્ટન્ટ એનર્જી માટેનું ડ્રીંક પણ હોય. તે ક્યાય પણ જાય, બહારગામ જાય, ત્યાં પણ તેની મેડીકલ કિટમાં આટલું તો અચૂક હોય જ.

શનિ મોટી કંપનીમાં જોબ કરે. તેને અવર નવાર જોબનાં કામ માટે જ બહાર જવાનું પણ થાય. જેમાં અવરોધરૂપ બને, તેની એન્ઝાયટીની તકલીફ.  ખાસ કરીને, ક્લોસ્ત્રોફોબિયા. જયારે જયારે પણ તેને ટ્રાવેલ કરવાનું થાય, ત્યારે તેને અચૂક આ તકલીફ પડે. અચાનકથી જ તેને પેનિક અટેકનો હુમલો શરુ થઇ જાય. તે સમયે લગભગ તે બેભાન થવા જેવી કન્ડીશનમાં જ પહોચી જાય. તે માટે તે રેગ્યુલર મેડીસીન લેવા તૈયાર નહોતો થતો. આથી, ડોક્ટરે તેને ઇમરજન્સીમાં લેવાની દવા લખી આપી હતી. જયારે પણ, તે શરુ થવી તૈયારી હોય, ત્યારે તેને તે દવા લઇ લેવાની. સાથે, અમુક રીલેકશેશન માટેની સીડી આપી હતી, જે સાંભળવાથી તેને સારું લાગતું. વળી, તે સમયે જો તે કઈ ખાઈ લે, તો પણ તેને સારું લાગતું. તેનું મન શાંત થઇ જતું. ત્યારથી, પોતાની મેડીકલ કિટમાં આટલી વસ્તુઓ મુકવાનું તે ક્યારેય ભૂલ્યો નથી.

આવી મેન્ટલ હેલ્થ કિટમાં સ્માર્ટ ફોન પણ તમારી મદદ કરી શકે છે. આપણે મોબાઈલમાં પોતાના, ફેમિલીના, ફ્રેન્ડ્સનાં ફોટાઓ રાખીએ છીએ, તે પણ આપણને આમાં મદદરૂપ થઇ શકે. આ પીક્સ જયારે પણ અપસેટ હોઈએ, ડીપ્રેસ્ડ ફીલ થાય, ત્યારે જોઈએ, તો મનને સારું લગાડે છે. પોતાની સ્માંયલીંગ સેલ્ફી જોઈને પણ મન સારું ફિલ કરી શકે છે. ફોનમાં મનપસંદ મ્યુઝીક હોય, તે પણ આવા સમયે મદદરૂપ બને છે. આજકાલ સ્માર્ટફોનમાં ઘણી બધી હેલ્થ રિલેટેડ એપ્સ પણ મળી આવે છે. ગુસ્સો આવે ત્યારે, તેને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય, તેવી પણ અનેક એપ્સ છે જ. તો ઊંઘની તકલીફ હોય, ત્યારે ઊંઘ લાવવામાં મદદ કરે, તેવી પણ એપ્સ તમે ડાઉનલોડ કરી શકો છો. કિન્ડલ અને તેના જેવી રીડીંગ એપ્સ, પેઇન્ટ કરવાની એપ્સ, મુવીઝ જોવાની એપ્સ, નવું મ્યુઝીક જાતે બનાવી શકો તે માટેની, … આવી તો અસંખ્ય એપ્સ તમને મોબાઇલમાં મળી રહે છે, જે જરૂર પડ્યે, વાપરવાથી, ફીલ ગુડનો અનુભવ થઇ શકે છે.

માત્ર દવાઓ જ આ કિટમાં હોય, તેવું જરૂરી નથી. એવી કોઇપણ નાની વસ્તુ, જેની તમારે મન ઈમોશનલ વેલ્યુ હોય, કોઈએ લખેલ લેટર હોય, ગ્રીટિંગ કાર્ડ હોય, તો તે પણ ફીલ ગુડ કરાવી શકે છે. હમણાં તો માર્કેટમાં અનેક ફીજીત સ્પીનર, ફીજીત ક્યુબ ઢગલાબંધ રીતે મળે છે, જેને પણ જરૂર હોય, તો પોતાની મેન્ટલ હેલ્થ કિટમાં ઉમેરી શકાય. ભાવતી ચોકલેટ, બિસ્કીટ, કુકીસ, મન ગમતું ફ્રેગ્નનન્સ પણ આ કિટમાં રાખી શકાય.

મેન્ટલ હેલ્થ માટેની વાત કઈ નવી નથી. પહેલાનાં જમાનામાં રાજાની અનેક રાણીઓ રહેતી. ત્યારે, કઈ રાની રીસાઈ ગઈ છે કે દુઃખી છે, તે જાણવા માટે રજા પાસે એટલો પુરતો સમય નહોતો રહેતો. ત્યારે, કોપભવન બનાવવામાં આવતા. જયારે પણ કોઈ રાની દુઃખી હોય, ત્યારે તે, ત્યાં જતી રહે. અત્યારે પણ, અનેક શહેરોમાં એન્ગર મેનેજ કરવા માટેના રૂમ બનાવવામાં આવે છે. તે રૂમમાં તોડ ફોડ કરવાની અનેક વસ્તુઓ મૂકી હોય. ખાસ કરીને કાચની. જે તોડ્યા બાદ, ઘણાને મન હળવું બની જતું હોય છે. જો કે, તે બધાને પરવડે એવું નથી. આજનું જીવન એવું છે, કે જેમાં રોજ બરોજ, દરેક વ્યક્તિને અનેક કારણોથી સ્ટ્રેસ થાય, ગુસ્સો આવે, અપસેટ થઇ જાય, તે સ્વાભાવિક છે. આવું મહેસુસ થવું ખોટું નથી, જરૂરી છે, કે આવું થાય, ત્યારે તમે શું કરો છો ? જેમ આપણે મેડીકલ ઇમરજન્સી માટે તૈયાર રહીએ, તેમ ઈમોશનલ ઇમરજન્સી માટે પણ તૈયાર રહીએ, તેવો હાલનો સમય છે.

મેન્ટલ હેલ્થ માટે વપરાતી કીટ, વ્યક્તિગત હોવાની. વ્યક્તિએ પોતાની મેન્ટલ હેલ્થ માટેની કીટ જાતે જ તૈયાર કરવી રહી. તે માટે, તમે તમારા ડોક્ટર કે નજીકના મિત્રની સલાહ અચૂક લઇ શકો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s