DIGITAL INFIDELITY….

ડીજીટલ – ઈન્ટરનેટ ઇન્ફીડીલીતી…

ઇન્ટરનેટ અને મોબાઇલના બદલાતા જતા સમયમાં સંબંધોની પરિભાષા પણ બદલાઈ રહી છે. જેટલો વ્યાપ ઇન્ટરનેટનો વધી રહ્યો છે, તેટલી જ ઝડપથી વ્યક્તિના બીજા સાથેના સંબંધો પણ બદલાઈ રહ્યા છે. અમર અને આશાનાં સંબંધોને જ આપણે જોઈ લઈએ. તેમના દામ્પત્યજીવનમા કોઈ કંકાશ  કે કલેહ નહોતો. ખુબ જ ખુશીથી તેઓ જીવી રહ્યા હતા. આજે તેમના લગ્નને ૧૦ વર્ષ પસાર થઇ ગયા હોવા છતાં, તેમની વચ્ચે મનમેળ પણ પહેલા જેટલો જ સારો હતો. તેમની સેક્સ્યુઅલ લાઈફમા પણ સમય સાથે કોઈ ઓટ નહોતી આવી. તેમ છતાં, આજે તેઓ બન્ને મેરેજ કાઉન્સેલરની સામે બેઠા હતા. તેમની મેરીડ લાઈફ ડિવોર્સનાં આરે આવીને ઉભી રહી ગઈ હતી.

બન્યું એવું કે, થોડાં દિવસ પહેલા, અમરનો મોબાઇલ બગડી ગયો. તે તેને રીપેર કરવા આપ્યો. તે રીપેર થઇ ગયો, તે શોપમાંથી ફોન આવ્યો કે, મોમોબાઇલ રીપેર થઇ ગયો છે, તમે આવીને લઇ જાઓ. અમર કોઈક કામમાં વ્યસ્ત હતો. આથી, તેણે આશાને કહ્યું કે, જરા પ્લીઝ, મારો મોબાઇલ લઇ આવજે ને. આશાએ હા પાડી. તે મોબાઇલ લઇ આવી. અત્યાર સુધી, અમર કાયમ જ તેનાં મોબાઇલમા પાસવર્ડ રાખતો હતો. જેના માટે આશાએ પણ ક્યારેય ધ્યાન નહોતું આપ્યું. તેણે એમ કે, એમ જ પોતાના બિઝનેઝનાં કામ માટે રાખ્યો હશે. વળી, તેને અમર ઉપર પુરેપુરો વિશ્વાસ. આથી, તે કદી આ બાબતે સવાલો નહોતી કરતી. આજે હજુ તો તે મોબાઇલ લઈને ઘરે આવી જ કે, તેના ઉપર અનેક મેસેજીસ આવવા માંડ્યા. તેને થયું કે, હશે, કોઈકનાં કામના. તે મોબાઇલ સાઈડ પર મુકીને પોતાના કામમાં લાગી ગઈ. થોડીવાર રહીને, કોઈ રેખાનો ફોન આવ્યો, પણ જેવો આશાનો અવાજ સાંભળ્યો. ફોન મૂકી દીધો.

આશાને થોડી શંકા ગઈ. તેણે હવે મોબાઈલમાં મેસેજીસ ખોલી જોયા. લગભગ બધા જ મેસેજીસ પેલી રેખાના જ હતા. જેમાં I LOVE YOU, I MISS YOU, COME SOON, WANA SEE YOU, WANA MEET YOU,… જેવા જ બધા મેસેજ હતા. જે વાંચીને તો આશાનુ મગજ ફરી ગયું. તેણે સમજમાં જ નહોતું આવતું, કે પોતાનો આટલો પ્રેમાળ પતિ આવું કરી શકે ?  ક્યારેય પણ આશાને માર માટે આવો વિચાર પણ નહોતો આવ્યો. પણ, આજે હકીકત કઈ અલગ હતી. સાંજે અમર ઘરે આવ્યો, ત્યારે આશાએ આ વિષે અમર પાસે ખુલાસો માંગ્યો. અમર પાસે આ વિષે કોઈ જવાબ નહોતો. તે જવાબ આપે તો પણ શું આપે ? તેણે પોતાના રેખા સાથેના સંબંધો સ્વીકારી લીધા . તેણે આશાને કહ્યું કે, તેમના માત્ર વાતચીતના જ સંબંધો હતા. તેમની વચ્ચે ક્યારેય પણ શારીરિક સંબંધો નથી થયા. આથી, તે  આ વાતને બહુ ગંભીરતાથી નાં લે ! આ સંબંધો તો માત્ર તેના માટે ટાઈમપાસ જેવા જ હતા. પ્રેમ તો તે માત્ર આશા ને જ કરે છે. આથી જ તેણે હજુ સુધી પણ, રેખા સાથે વાતચીતથી ઉપરનો કોઈ સંબંધ નથી રાખ્યો ! પણ, આશાનું કહેવું છે, કે તે તેની સાથે ભલે, શારીરિક સંબંધો નાં રાખ્યા. હું માની લઉં. પણ, લાગણીના સંબંધો તો રાખ્યા ને ? મારા માટે તો તે પણ બેવફાઈ જ ગણાય. મારો પતિ  કે પાર્ટનર, મારા સિવાય બીજા જોડે ઈમોશનલ અટેચમેન્ટ રાખે એટલે તે મારા માટે તો મારા પક્ષે તેના તરફથી થયેલ દગો જ ગણાય ..

આ અંગે વાચક મિત્રો તમારું શું માનવું છે ? અહી, અમરે રાખેલા લગ્ન બહારના સંબંધોને આશા સાથે થયેલ બેવફાઈ ગણવી કે નહિ ? આ અંગે થયેલ અનેક સર્વેમાં જે જાણવા મળ્યું છે, તે પ્રમાણે, મહદઅંશે, પુરુષો માટે મોટેભાગે જો તેમની પત્ની કે પ્રેમિકા કે કમિટેડ પાર્ટનર, જો બીજા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ રાખે તો જ તેને , તેઓ બેવફાઈ માનતા હોય છે.  તેમના મતાનુસાર  લાગણીના સંબધો અન્ય સંબંધો જેવા જ હોય છે. તેઓ તેને એટલું પ્રાધાન્ય નથી આપતા હોતા. તેઓ જો બીજાં સાથે માત્ર ઈમોશનલ રીલેશન રાખે, તો તેઓને તેમાં કશું ખોટું કર્યાનો કે પોતાનાં પાર્ટનરને છેતર્યાનો અપરાધભાવ નથી મહેસુસ થતો. તેઓ તેને એકદમ સામાન્ય ઘટના તરીકે જ મૂલવતા હોય છે. જો તેમને પૂછવામાં આવે, કે તો પછી, કેમ તેમને આ વાત તેમના પાર્ટનરથી છુપાવવી પડી? તો તેઓ ખુબ જ સાહજીકતાથી કહી દેતા હોય છે, કે તેમને જાણ છે, કે તેમના પાર્ટનરને આ નહિ ગમશે. આથી, નહિ કહ્યું, કે છુપાવ્યું. પણ, મને ગમે છે, અને મને ખોટું નથી લાગતું, એટલે મે કર્યું ! જો કે બધા જ પુરુષો આવા નથી હોતાં. આમાં ઘણા અપવાદ હોય શકે છે.

સ્ત્રીઓનો દ્રષ્ટિકોણ આ બાબતે થોડો અલગ હોય છે. તેઓ સ્વભાવે વધારે લાગણીશીલ હોય છે. તેમના માટે તેમનો પાર્ટનર બીજી સ્ત્રી સાથે લાગણીથી જો જોડાઈ જાય, તે વધુ અસહનીય બની જતું હોય છે. આનો મતલબ એમ નથી, કે તમારી પત્ની કે પ્રેમિકા તમારાં બીજી સ્ત્રી સાથેના શારીરિક સંબંધો ચલાવી લેશે કે આસાનીથી માફ કરી દેશે, એટલે તમને તે માટેની છૂટ મળી ગઈ. આ લખું છું, ત્યારે એક કિસ્સો યાદ આવે છે. એક આધેડ ઉંમરનું કપલ છે, જેમાં પત્નીને પતિના અનેક સ્ત્રીઓ સાથેના સંબંધો વિષે વર્ષોથી જાણ છે જ. તેને ખબર છે, કે મારો ઘરવાળો ફલર્ટ કરવાના સ્વભાવવાળો જ છે. તે અનેકવાર થાઈલેન્ડ જાય, વિદેશી પ્રવાસ કરે. તેને તેનાથી કોઈ વાંધો કે તકલીફ નહોતી. એકવાર, તેણે કોઈ એકાદ છોકરીને બર્થડે વિશ્ કર્યું. તે તેની પત્નીએ જોયું. બસ, તે ત્યારે વિફરી ગઈ. તે તેના માટે અસહનીય હતું !

સ્ત્રી પુરુષના સંબંધોની પરિભાષા સમજવી ખુબ જ અઘરી હોય છે, તેમાં પણ પતિ- પત્નીના સંબધો અને તેમાં જયારે કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે આવી જાય, ત્યારે વધુ મુશ્કેલીઓ સર્જાતી હોય છે. હાલની ટેકનોલોજીએ તેમાં ઓર ગૂંચવાડો ઉભો કર્યો છે. એક જ સોફા પર પતિ પત્ની સાથે બેઠા હોય, પણ, ફોન ઉપર ચેટિંગ પોતાનાં અન્ય પ્રિય પાત્ર જોડે કરતાં હોય ! સ્માર્ટ ફોને સંબંધોની પરિભાષા સુધ્ધા બદલી નાંખી છે. વધતા જતા ઈન્ટરનેટ અને વાય ફાયના વપરાશ અને વ્યાપના કારણે પણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે તે સમયે બીજાં સાથે આરામથી ચેટિંગ કરી શકે છે. સમાજ અને વ્યક્તિઓની સાથે સંબંધો પણ હવે વર્ચ્યુઅલ બની રહ્યા છે. જેના પરિણામે ત્રીજી વ્યક્તિ સાથે પણ રીઅલ સંબંધો ના હોય પણ, વર્ચ્યુઅલ સંબંધો જ હોય.

પતિ પત્ની સિવાયના, કે પ્રેમિકા સિવાયના, ત્રીજી વ્યક્તિ સાથેના, આવા વર્ચ્યુઅલ સંબંધોને બેવફાઈ ગણવી કે નહિ ? તમે શું માનો છો ?

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s