election and mental health …

ઇલેક્શન સમય માનસિક – શારીરિક બીમારીઓને નોતરી શકે છે..

ગુજરાતમાં ઇલેક્શનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઇલેક્શનનાં કારણે અનેક બદલાવ આવતા  હોય છે. આ સમય ખુબ મહત્વનો હોય છે. તેનાથી જે તે રાજ્યનુ – દેશનું ભવિષ્ય નક્કી થતું હોય છે.  આ સમયે લોકોની મનોસ્થિતિમાં પણ બદલાવ આવતા હોય છે.

અશોકભાઈની વાત કરીએ. તે અમારી બાજુની સોસાયટીમાં જ રહે. સ્વભાવ એકદમ મિલનસાર, હસમુખો. પોતાની સોસાયટીમાં તે પ્રમુખ પણ ખરા. સોસાયટીમાં થતી નાની મોટી તકલીફો, ઝગડા વગેરે તે ખુબ સમજદારીથી નિપતાવે. બન્ને પક્ષનું માન રાખે. પણ, જે સાચું હોય, તેનો જ સાથ આપે. ઇલેક્શન અને પોલીટીક્સમાં તેમનો ઘણો રસ. તેમાં જ્યારથી હમણાં ઇલેક્શનનો માહોલ છે, તેમનુ વર્તન કઈ બદલાઈ ગયું હોય, તેવું લાગે છે. સવાર સવારમાં એકદમ વહેલા ઉઠી જાય. પહેલાં કરતા વધારે એનર્જી તેમનામાં આવી ગઈ હોય, તેવું જ લાગે. ઓફીસ હોય કે, રોજ સાંજે તેમના મિત્રોની ટોળી હોય, તે આ જ વિષે સતત વાતો કર્યાં રાખે. કોઈ જો સામે જરા સરખું પણ તેમની સાથે સહમત ના થાય, તો તે તેની સાથે લડવાના મોડમાં જ આવી જાય. તેમના અભિપ્રાયો જ સાચા. તે જે માને છે, તે જ યોગ્ય છે. બીજાને બોલવા જ નહી દે. જરા સરખું પણ જો નવરા પડે, તો ઇલેક્શનને લાગતાં ન્યુઝ જોયા રાખશે. બીજે કશે બહાર જવા આવવાનું, સોસીયલ થવું તેમનું સદંતર બંધ થઇ ગયું. તેમની નજીકના વ્યક્તિઓને તેમનામાં આવેલ બદલાવ સ્પષ્ટ દેખાતો હતો. પણ, તે પોતે આ વાત માનવા તૈયાર નહોતા. પણ, તેમના ઘરવાળીને તરત ખ્યાલ આવી ગયો. આવું પહેલી વાર નથી બન્યું. આગળ પણ જયારે જયારે ઇલેક્શનનો સમય આવે, ત્યારે ૧-૨ મહિના માટે, તેમનામાં આ બદલાવ આવતો !

ઇલેક્શનનો સમય આમ પણ ખુબ જ નાજુક સમય હોય છે. દરેક પાર્ટી જીતવા માટેના અનેક ફોર્મ્યુલાઓ અપનાવતી હોય છે. આ સમયે અનેક લોકો એવા પણ જોવા મળશે, કે જેને ઇલેક્શન આવે કે જાય, કોણ જીતે કે કોણ હારે કશું ફર્ક નથી પડતો. તો કેટલાય લોકોને ઇલેક્શનની દરેક નાની નાની વાતોથી પણ ખુબ ફરક પડતો હોય છે. તેમનું મન સતત કઈ પાર્ટીમાં કોણ જોડાયું, કોણ છોડી ગયું ? શા માટે આવું થયું ? તેના તર્ક – વિતર્કમાં જ અટવાયેલું રહેતું હોય છે. ઇલેક્શન પૂરું થઇ ગયા બાદ પણ, કોણ જીતશે ? તેમાં તેમનું મન અટવાયેલું રહે. ઇલેક્શન ઇલેક્શન, તેમના મનમાં બીજી કોઈ વાત આવે જ નહી. તેમાં ઘણીવાર તેમનું બ્લડ પ્રેશર વધી જાય, હૃદયનાં ધબકારા વધી જાય, શ્વાસ ચડે, ગભરામણ થાય, જેવા અનેક લક્ષણો આવી જાય. આ જ વિચારોમાં અનેકની તો ઊંઘ પણ અનિયમિત થઇ જાય કે ઉડી જાય, એવું પણ બને. ઇલેક્શન જાણે કે તેમના પોતાના ઘરમાં કે જીવનમાં જ થવાનું હોય, તેવું તેમનું વર્તન થઇ જાય.

જો કોઈ ઉમેદવારને ટીકીટ નહી મળે, તેમાં તે સ્ટ્રેસમાં આવી જાય, તેવું આપણે જોયું અને સાંભળ્યું જ છે. તેવા સમયે, તે અણ- છાજતું વર્તન કરી બેસે છે. જેમાં તે આક્રોશમાં આવી જાય, બીજા માટે એલફેલ બોલી નાખે, ગમે તેમ વર્તન કરી નાખે.. આવા સમયે જે તે વ્યક્તિએ પોતે કાબુ નાં ગુમાવી દે અને યોગ્ય સામાજિક વર્તન થઇ શકે, તેનું ખુબ ધ્યાન રાખવું રહ્યું !

એક ભાઈ હમણાં ક્લિનિક પર આવ્યા હતા. પહેલા તો ખુબ શાંતિથી બેઠા હતા. પણ, જેવી તેમની સાથે ચર્ચા શરુ થઇ, તે શું બોલે છે, તેનો ખ્યાલ જ નહી આવે. તેઓ એવું માણતા હતા કે, તેઓ પોતે જ ગુજરાતના મુખ્ય મંત્રી છે, તેમણે ઇલેક્શનની ઘણી તૈયારોઓ કરવાની છે. બધા જ ઉમેદવારો સાથે તેમને જુનો પરિચય છે. એટલું બધું તેમને કામ રહે છે કે, તેઓ રાત્રે ઊંઘી જ નથી શકતા ! આ વિષે તેઓ ખુબ જોર જોરથી બોલ્યે જ રાખતા. અટકવાનું નામ જ નાં લે. માંડ માંડ તેમને શાંત પાડ્યા. હકીકતમાં તેઓ આમાંનું કઈ પણ નહોતા. તે કોઈ એક મિલમાં નોકરી કરતા હતા. ઇલેક્શન સાથે કે તેના કોઇપણ ઉમેદવાર સાથે દુર દુર સુધી, તેમને કોઈ લેવા દેવા જ નહોતી. તેમને ઉન્માદ નામની માનસિક બીમારીએ ઉથલો માર્યો હતો. જે માટે તેમનો ઈલાજ શરુ કરવામાં આવ્યો. આપણે એવા અનેક કિસ્સા સાંભળ્યા હશે કે, જેમાં મેચની નિર્ણાયક સ્થિતિમાં વ્યક્તિ એટલી હદે એકશાઇટ થઇ જાય કે, તેણે હાર્ટ એટેક પણ આવી જાય. એવું જ ઈલેક્શનના સમયમાં પણ બની શકે છે.

જે વ્યક્તિને પહેલેથી જ માનસિક બીમારી હોય, તેમની તકલીફ આ સમયે વધી જાય, એવુંય બને. સ્ટ્રેસવાળા વાતાવરણને કારણે, વ્યક્તિની શારીરિક તકલીફો પણ વધતી જોવા મળે છે. ઇલેક્શન પૂરું થઇ ગયા બાદ, તેના પરિણામ આવે ત્યાં સુધી, તેની અસર જોવા મળી શકે છે. અમેરિકામાં નવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા, ત્યારે લોકોમાં ઘણો આક્રોશ – વિરોધ જોવા મળ્યો હતો. જે તેનું તાજું જ ઉદાહરણ પૂરું પાડે છે. જો કે સમય જતા, તે શાંત પણ થઇ જાય છે.

ઇલેક્શન હોય ત્યારે, સામાન્ય વ્યક્તિ કે કોઇપણ બીજી વ્યક્તિ, સારો બદલાવ આવે તેની અપેક્ષા રાખતો હોય છે.  આજના સમયમાં વ્યક્તિ માત્રનો ઇલેક્શન માટેનો અભિગમ પણ બદલાયો છે. પહેલા લોકો વોટ આપવા જાય, તેની સરખામણીમાં આજે વધુ સંખ્યામાં જાય છે. તેમની ટકાવારી વધી છે. તેમની આ માટેની સમજ પણ વધી છે. જે જરૂરી હકારાત્મક બદલાવ લાવવા માટે જરૂરી પણ છે. આવા સમયે વ્યક્તિ માત્રએ પોતાનાં સ્વાસ્થ્યનું – શારીરિક હોય કે માનસિક, પણ ધ્યાન રાખું ઘટે !

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s