WINTER BLUES…..

વિન્ટર બ્લ્યુઝ... આપે પણ ક્યારેક તો તેનો અનુભવ કર્યો જ હશે !

શિયાળાની મોસમ આવી ગઈ છે. ફુલ- ગુલાબી ઠંડીની શરૂઆત પણ થઇ ગઈ. સાથે સાથે, પંખા અને એ. સી. બંધ થવા માંડ્યા. રાત્રે રજાઈ ઓઢીને સુઈ જવું પડે, તેની તૈયારીઓ થવા માંડી. આ સમયે કસરત કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા વધી જાય છે. વહેલી સવારમાં, જેમણે કસરતો છોડી દીધી હોય, તેઓ પણ નવી શરૂઆત કરવા માંડે છે. શિયાળામાં ઘરે ઘરે વસાણા બનવા માંડ્યા છે.  દિવસ મોડો શરુ થાય અને વહેલો પુરો થઇ જાય. શાળાઓના શિડ્યુલ પણ તેના કારણે બદલાઈ જાય. આ સમય અનેકના જીવનમાં પરિવર્તન લાવે, તેવો હોય છે. પણ, દરેકના જીવનમાં હકારાત્મક જ બદલાવ લાવે, તેવું જરૂરી નથી.

મોનાની વાત કરીએ. તે એક ગૃહિણી છે. શિયાળો આવે એટલે તેને બિલકુલ નહી ગમે. પહેલેથી જ તેને શિયાળો નથી ગમતો, એવું નથી. શિયાળો તેની આમ તો માનીતી ઋતુ. સવારે મોડે સુધી રજાઈ ઓઢીને પાડ્યા રહેવું, તેને ખુબ જ ગમે. પણ, છેલ્લાં ૫ વર્ષથી આ જ શિયાળો તેને અળખામણો લાગવા માંડ્યો. સવાર પડે ને તેને બેડમાથી ઉઠવાનું જ મન નાહી થાય, તેને એમ થાય કે, હું સુઈ જ રહું. જાણે કે સવાર શું કામ પડતી હશે ? એવું તેને લાગવા માંડે. હવે અખો દિવસ પોતે કેવી રીતે પસાર કરશે ? તેનો વિચાર તેને સતાવ્યા કરે. તેને ખુબ જ કંટાળો અનુભવાય, થાક લાગે, બેચેની લાગ્યા કરે, રાત્રે મોડે સુધી ઊંઘ જ નાં આવે. કોઈ કામમાં તેનું મન પરોવાય જ નહી. મનને સતત એકલતાની લાગણી અનુભવાયા કરે. બાળકો પર પણ તે, વગર કારણે ચિડાય જાય, ગુસ્સે થઇ જાય. આવું ૨-૩ મહિના ચાલે. જેવો માર્ચ મહિનો સારું થવાનો હોય, તેવું તેને આ બધું જ થતું બંધ થઇ જાય. તે ફ્રી એકદમ નોર્મલ, પહેલા જેવી જ થઇ જાય !

પશ્ચિમના દેશોની વાત કરીએ, તો ત્યાં શિયાળો ઘણો લાંબો ચાલતો હોય છે. કોઈકવાર તો દિવસો સુધી સૂર્ય દેખાતો જ નથી. આખો દિવસ લગભગ બરફ પડતો રહે છે. તે દેશોમાં વિન્ટર બ્લુસ – શિયાળાની ગમગીની- ખુબ જ કોમન છે. અમુક વ્યક્તિઓને આ તકલીફ સાયકલીકલ રૂપે આવે છે. માત્ર ને માત્ર વિન્ટરમાં જ આવી ગમગીની અનુભવાય. જેવું વિન્ટર પૂરું, આ ગમગીની પણ પૂરી. તેઓ પાછા બેક તો નોર્મલ લાઈફમાં આવી જતા હોય છે. એવું માનવામાં આવે છે, કે મનુષ્યમાં મેલેટોનીન કરીને હોર્મોન, કે જેનો સ્ત્રાવ અંધારામાં વધુ પ્રમાણમાં થાય છે, તેનું પ્રમાણ વિન્ટરમાં વધી જતું હોય છે. જેને કારણે વ્યક્તિ ડીપ્રેસ્ડ ફીલ કરતી હોય છે.

પણ, અમુક જૂજ વ્યક્તિઓને ડીપ્રેશનની શરૂઆત માત્ર જ આ પ્રકારની સીઝનલ – ઋતુ પ્રમાણે થાય. સમય જતા તેમને આ બીમારી લાંબો સમય રહી જાય, તેવું પણ બને. તો જેમણે પહેલેથી જ સીઝનલ ડીપ્રેશનની બીમારી છે, તેમને વિન્ટર અથવા તો બીજી કોઈ સીઝનની શરૂઆત થતા કે તે દરમિયાન ફરીથી તેનો ઉથલો મારી શકે છે.  માત્ર ડીપ્રેશનનો જ ઉથલો મારે એવું જરૂરી નથી. કોઈવાર વ્યક્તિને એન્ઝાયટી – પેનિક અટેક પણ આ સમયે શરુ થઇ જતા હોય છે. ખાસ કરીને, જેમણે ક્લોસ્ત્રોફોબિયાની તકલીફ હોય, તેમને. વિન્ટરમાં સૂર્ય નાં દેખાતો હોય, અથવા ઝાઝો સમય અંધારું જ રહેતું હોય, ત્યારે તે બનવા પામે છે.

તેની સારવારમાં સન એક્ષ્પોઝર, લાઇટ થેરાપી ઉપયોગી થઇ પડે છે. કદાચ, એ જ કારણ છે, કે પશ્ચિમનાં દેશોમાં બીચ પર પડ્યા રહેવાની લોકો મઝા માણતા હશે. તે સિવાય, કૃત્રિમ રીતે પણ, તેની સારવાર કરવામાં આવે છે. જેને લાઇટ થેરાપી કહેવાય છે. જેમાં વ્યક્તિએ રોજ ૪૦-૪૫ મિનીટ સુધી, એક બંધ રૂમમાં બ્રાઇટ લાઇટ સામે, ૩૦-૬૦ સેન્ટીમીટર જેટલું અંતર રાખીને બેસી રહેવાનું હોય છે. તેના પરિણામો ઘણા સારા આવે છે. ત્યાના દેશોમાં આ થેરાપી ખુબ જ કોમન અને સાહજીક માનવામાં આવે છે. જો, તેમ કરવા છતાં, રાહત નાં મળે, તો તેનો યોગ્ય ઈલાજ, મનોચિકિત્સક પાસે કરવો જરૂરી બની રહે છે.

 

 

 

Advertisements

One comment

  1. Yes it may be true. But I don’t have the problem of sunshine as my flat is in the east_ west direction so from 7: 00 a.m. to 7:00 p.m.there will be the sunshine in my flat.I don’t have vitaminD3 deficiency as I am living in Idia which has the abundant sunshine and still I am passing through severe and critical Depression.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s