SEXLESS MARRIAGE …

સેક્સલેસ મેરેજ..  જેના વિષે ચર્ચા કરતા પણ વ્યક્તિ અચકાય છે !!!

પ્રિયા અને પ્રેમલનાં લવ મેરેજ થયા હતા. બન્નેએ  એક જ કોલેજમાથી સાથે જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. પ્રિયા દિલ્હીની રહેવાસી અને પ્રેમલ ગુજરાતી. તેમના મેરેજ માટે બંનેના પરિવારવાળાનાં વિરોધ છતાં, તેઓ પરણી ગયા. બન્ને સાથે જ જોબ પણ કરે. શરૂઆતના દિવસોમાં પ્રિયાને પ્રેમલનાં ઘરે એડજસ્ટ થવામાં થોડી ઘણી તકલીફ પડી. પણ, ત્યારબાદ બધું ગોઠવાઈ ગયું. પ્રેમલનાં પરિવારે હવે પ્રિયાને સ્વીકારી લીધી હતી. લગ્નના ૨ વર્ષ બાદ, તેમના ઘરે સુંદર દીકરીનો જન્મ થયો. તેમના પરિવાર માટે આ ખુબ જ સુખદ ઘટના હતી. દીકરીના જન્મ બાદ, પ્રિયાનુ મન બદલાઈ ગયું હોય, તેવું પ્રેમલને અનેકવાર લાગ્યું. તે હવે ધીમે ધીમે પ્રેમલ તરફ બેદરકાર બનતી જતી હતી. પ્રેમલ તેની નજીક જવા પ્રયાસ કરે, તેને હગ કરવા જાય, તો તે દુર ખસી જતી. તેનું મન આખો દિવસ દીકરીની સારસંભાળમાં જ રહેતું. પ્રેમલને લાગતું કે, હવે તેના માટે દીકરી જ બધું છે. પોતાની પ્રિયાના જીવનમાં કોઈ જગ્યા રહી જ નથી.

એકાદ – બે વાર પ્રેમલે આ વિષે પ્રિયા સાથે ચર્ચા પણ કરી જોઈ. પણ, પ્રિયાએ તે માટે ધરાર નાં પાડી દીધી. તેણે પ્રેમલને જણાવી દીધું કે, હવે તેને સેક્સમાં – જાતીય સંબંધ રાખવામાં બિલકુલ રુચિ નથી થતી. તો, મહેરબાની કરીને તેનાથી દુર રહેવું. તેને હાથ લગાડવાની સુધ્ધાં નાં પાડી દીધી !! આ સાંભળીને પ્રેમલ તો ડઘાઈ જ ગયો. પણ, તેણે પ્રિયાની ઈચ્છાને મન આપીને, તે કહે, તેમ જ કરવાનું નકી કર્યું. આ વાતને આજે ૫ વર્ષ વીતી ગયા. આટલા વર્ષોથી તેમની સેક્સલાઈફ ઝીરો જ છે. પ્રેમલે પણ લગભગ આ વાતને સ્વીકારી લીધી છે.

નિયતિનાં અંગત જીવનમાં શું ચાલે છે, તે જાણી જોઈએ. તેના લગ્નને ૨૦ વર્ષ જેટલો સમય પસાર થઇ ચુક્યો છે. ૩ વર્ષ પહેલા, તેના પતિને અચાનક સ્ટ્રોકનો એટેક આવ્યો. તેમાં અડધું શરીર કામ કરતું બંધ થઇ ગયું. થોડી ઘણી રીકવરી આવી તેમાં, પણ, હજુ તેના હાથ પગ બંનેમાં ઘણી વીકનેસ રહી ગઈ છે. તેમાં ઘર ચલાવવાની જવાબદારી પણ નિયતીનાં શિરે  આવી પડી. તેના પતિને રોજ ફીઝીઓથેરાપી પણ કરાવવાની હોય. આ બધામાં તેમનાં અંગત જીવન ઉપર ચોકડી જ પડી ગઈ. તે વિષે તેણે પૂછીએ, તો તેણે યાદ પણ નથી કે, છેલ્લે ક્યારે તેમણે સેક્સ સંબંધ રાખ્યો હતો !

તેની સામે દિપક અને મીરાનુ લગ્ન જીવન જોઈએ. મીરા એન.આર.આઈ. છે. બન્નેનાં પરિવાર એકબીજાના સારા એવા નજીક. દિપકને પણ ફોરેન જઈને સેટ થવું હતું. તેણે મીરામાં આમ કોઈ લગાવ કે ઇન્ટરસટ નહોતો. સામે મીરાને પણ પોતાના અંગત કારણોસર લગ્ન નહોતા કરવા. આથી તેમની વચ્ચે એક કરાર કરવામાં આવ્યો. તે મુજબ બંનેએ એકબીજા સાથે જ લગ્ન કર્યાં. પણ, તેમના સંબંધ માત્ર સોસિઅલ લેવલના જ હોય, તેવું પણ તેમાં નક્કી કરવામાં આવ્યું હતું. લગ્નનાં થોડાં મહિના બાદ, દિપકને પણ વિઝા મળી ગયા. તે ફોરેન શિફ્ટ થઇ ગયો, ત્યાં સેટલ પણ થઇ ગયો. તેને પણ સેક્સ લાઈફ માનવામાં કોઈ રસ નહોતો. તેમના મેરેજને ૨ વર્ષ વીતી ગયા બાદ પણ, તેમની સેક્સ લાઈફ ઝીરો જ રહેવા પામી છે.

આ દરેક મેરેજ કે લગ્નજીવન, જ્યાં તેમની વચ્ચે સેક્સ સંબંધ – જાતીય સંબંધ નથી. પણ, યુગલનાં  જાતીય સંબંધો વિષે તેમની સાથે સીધી ચર્ચા બહુ શક્ય નથી બનતી. તેઓ આ વિષે ક્યાં તો પછી છુપાવે છે. બહુ ઓછા એવા કપલ હશે કે, જેઓ પોતાની સેક્સ લાઈફ વિષે સજાગ હોય, તેમાં કઈ તકલીફ જણાય, તો તેના વિષે એકબીજા સાથે વાત કરે. લગ્નમાં બંધાયા બાદ, થોડો સમય સારો જાય, પણ, ધીમે ધીમે વ્યક્તી સેક્સમાથી રસ ગુમાવતો જાય છે. તેના અનેક કારણો હોય શકે છે. જો કોઈ વ્યક્તિ નશાનું બંધાણી થઇ જાય, ખોટે રવાડે ચઢી જાય, જે તે વ્યક્તિ પોતાનું વ્યસન છોડવા તૈયાર નાં હોય ત્યારે, તેમની વચ્ચે લાગણીના મુદ્દે પણ તકરાર શરુ થવા માંડે છે. આવા સમયે, સામેવાળી વ્યક્તિ અંગત જીવનમાં નીરસ થઇ જાય, એવું બન્યા વિના રહેતું નથી. બેમાંથી કોઈ એકને પણ લાંબા ગાળાની શારીરી કે માનસિક બીમારી આવી જાય, તો તો તેમનું અંગત જીવન ભૂલાઈ જ જતું હોય છે. બીજા વ્યક્તિની દેખરેખ રાખવામાં, સંભાળ લેવામાં જ સમય અને વર્ષો વીતી જતા હોય છે. બેડરૂમની બહાર થતા ઝગડા, તેમની સેક્સ લાઈફને પણ  ખતમ જ કરી નાખતા હોય છે. એકબીજા પ્રત્યે અવિશ્વાસ, અનાદરની ભાવના જો જાગી જાય, તોય તેમની સેક્સ લાઈફ જોખમાતી હોય છે.

પતિ પત્નીની વચ્ચે જયારે કોઈ ત્રીજી બહારની વ્યક્તિ આવી જાય, તેવા કિસ્સામાં પણ સેક્સ લાઈફને અસર થાય છે. તો કેટલાક લોકો બીજા દેશમાં વિઝા મેળવવા માટે માત્ર કોન્ટ્રાક્ટ મેરેજ પણ કરતા હોય છે. જેમાં કોઇપણ પ્રકારના ઇન્ટીમેટ રિલેશનને અવકાસ નથી હોતો. રેર કિસ્સામાં એવું બને કે, બન્ને વ્યક્તિને એકબીજા સાથે ઇન્ટીમેટ થવામાં કોઈ રસ ના હોય, પણ સામાજિક – સોસિઅલ કારણોસર જ તેઓ સાથે રહેતા હોય. મોટેભાગે કપલ વચ્ચે કમ્યુનિકેશનનો અભાવ જોવા મળે છે. કોઈએક વ્યક્તિ પોતાનામાં, કેરીયરમાં એટલી બધી વ્યસ્ત થઇ જાય કે સામેવાળી વ્યક્તિના તે કરે, તે બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય. પછી, તે વ્યક્તિ પણ પોતાના પ્રયત્નો બાજુએ મૂકી દે, એવું બને.

જો તમે પણ આમાંથી જ એક હોવ, તો યાદ રાખો કે, તમે એકલા આવા નથી. રીસર્ચ મુજબ, સેક્સલેસ મેરેજનું પ્રમાણ લવલેસ મેરેજ કરતા પણ વધારે છે. તો સાથે જ અનહેપ્પી મેરેજ કરતા પણ તેનું પ્રમાણ વધુ જોવા મળેલ છે. જરૂરી એ છે કે, બન્ને એકબીજા સાથે થયેલ મતભેદ કે જે પણ પોસીબલ કારણો હોય, તે વિષે ચર્ચા કરે. કમ્યુનિકેશન તેમાં પાયાનો ભાગ ભજવે છે. તે વગર બધા જ પ્રયાસો નિષ્ફળ જવાની શક્યતાઓ ઘણી વધારે છે. જરૂર પડે તો, યોગ્ય સેક્સથેરાપીસ્ટની સલાહ અચૂક લો.

 

 

 

Advertisements

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s