DIGITAL FASTING….

ડીજીટલ  ફાસ્ટિંગ.. ઉપવાસ..

જયારે હવે નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે, ઘણા ડોક્ટરો અને બીજા લોકો દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે, ન્યુ યરના રીઝોલ્યુશન તરીકે, ૧૦ દિવસ સુધી ફેસબુકનો ઉપયોગ નહી કરવાનો. ફેસબુક ફાસ્ટિંગ.  આ વાંચીને વિચાર આવે કે, માત્ર ફેસબુકનુ જ શું કામ ? બીજી એપ્સનુ કે મોબાઈલનું કે ઈન્ટરનેટનુ પણ ફાસ્ટિંગ રાખી શકાય કે નહી ?

આજની જનરેશનને જુઓ, કે સામાન્ય કોઇપણ વ્યક્તિને તમે પૂછો કે, દિવસનો કેટલો સમય તેઓ ફેસબુકને આપે છે ? જેવા થોડાં પણ નવરા પડે, એટલે ફેસબુક ખોલીને બેસી જાય. બીજાની પોસ્ટ જોયે રાખવાની, પોતે નવું નવું પોસ્ટ કર્યે રાખવાને. સાથે વધારે ધ્યાન તો ત્યાં અટકું હોય, કે મારી પોસ્ટને કેટલી લાઇક્સ અને કમેન્ટ્સ મળે છે. તે બીજા જેટલી જ છે, કે બીજા કરતા મને ઓછી મળે છે ? અમુક કિસ્સામાં તો, વ્યક્તિ જેવું નવું કશુક પોસ્ટ કરે, એટલે શરૂઆતના કલાકો તો તેનું મન બીજે કશે લાગશે પણ નહી. થોડી થોડી વારે પોતાના નોટીફિકેશન ચેક કર્યાં રાખશે. આમાં દિવસનો કેટલો સમય, વ્યક્તિની ઉર્જા- એનર્જી વપરાઈ જતા હોય છે. તેની સાથે સાથે, તેમના મનની સ્થિતિ પણ આપણે સમજવી રહી. ઈન્ટરનેટ અને ફેસબુક કે વોત્સએપના એડિક્શન વિઅહે હવે જગત આખું માહિતગાર છે જ. તેવા સમયે ડીજીટલ ફાસ્ટિંગ આપની મદદે આવી શકે છે. જેમ આપણે શરીરને ચુસ્ત રાખવા માટે ક્યારેક ફાસ્ટિંગ – ઉપવાસની જરુર પડે છે, તે જ રીતે, આધુનિક ટેકનોલોજીના ઉપયોગમાં પણ ક્યારેક કંટ્રોલ રાખવાની જરૂર પડે. જે ડીજીટલ ફાસ્ટિંગ તરીકે જાણીતું છે.

રોબર્ટ વિચાર નામના પ્રોફેસરે પોતે ડીજીટલ ડાયેટીંગ ઉપર પુસ્તક લખ્યું છે. તેમના સર્વે અનુસાર, અમેરિકન નાગરિકોને ડીજીટલ ફાસ્ટિંગ – ડાયેટીંગની જરૂર છે. માત્ર અમેરિકા જ શું કામ ? જે રીતે ભારતમાં પણ ઇન્ટરનેટનો વ્યાપ અને વપરાશ વધી રહ્યો છે, તે જોતા, આપણે પણ તેમ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. આજના કોઇપણ ઘરની જ વાત લઇ લો. ડીનર ટેબલ પર બધા સાથે તો બેઠા હોય, પણ, તેમની વચ્ચે વાતચીત જેવું શક્ય જ નથી બની શકતું. દરેક વ્યક્તિનો એક હાથ જમવામાં વ્યસ્ત હોય અને બીજો હાથ તેમના મોબાઈલમાં. ધ્યાન પણ જમવામાં ઓછું અને ઈન્ટરનેટની દુનિયામાં શું ચાલી રહ્યું છે ? તેમાં જ વધારે હોય છે. અરે, ઘણીવાર તો પોતાના ઘરની વ્યક્તિ વિષે  તેમને જાણ નથી હોતી, પણ, પરદેશમાં બેઠેલી વ્યક્તિ વિષે બધું જ ખબર હોય. આજની પેઢીને જુઓ, તો ટ્રાફિક સિગ્નલ પર પણ પોતાનો મોબાઇલ ચેક કરતી મળી આવશે. મારા એવા કેટલાય મિત્રો છે, જે બાથરૂમમાં પણ મોબાઇલ સાથે લઈને જાય છે. ટ્રેનમાં, બસમાં, કારમાં, ટોઇલેટમાં, કિચનમાં, કલાસરૂમમાં, વેઇટિંગ રૂમમાં, હોસ્પિટલમાં, દુકાનમાં, શોપિંગ મોલમાં, જોગિંગ કરતી વખતે, પથારીમાં સુતી વખતે, ઊંઘમાંથી જેવા જાગીએ, તેવું તરત જ … થીએટરમાં, ગેધરીંગમાં.. જ્યાં જ્યાં શક્ય હોય, તે બધી જ જગ્યાઓ પર વ્યક્તિ પોતાના મોબાઇલ અને ઈન્ટરનેટ સાથે ચીપકેલી જ જોવા મળશે.

આવા ડીજીટલ ક્રેઝી થઇ જવાના કારણે, આપણે મોટે ભાગનો સમય વર્ચ્યુઅલ લાઈફમાં જ વિતાવતા થઇ ગયા છે. રોજની જીવતી જિંદગી સાથેનો સંબંધ તૂટી રહ્યો છે. અસંખ્ય વ્યક્તિઓ, ચોવીસે કલાક લોગ ઇન ના બદલે લોકડ ઇન હોય, તેવી રીતે જીવી રહી છે.

આવી પરિસ્થિતિમાં, આજના જમાનામાં ડીજીટલ ફાસ્ટિંગ – ડાયેટીંગની જરૂરિયાત ઉભી થઇ છે. એટલે સવાલ થાય કે, તેમાં કરવાનું શું ?

અઠવાડિયામાં એકાદ દિવસ, તમારા મોબાઈલમાં નેટ બંધ કરી શકાય. નો ટ્વિટ ડે, નો ફેસબુક ડે, નો વોત્સએપ ડે, મનાવી શકાય.

ચેટિંગના બદલે, તમારી નજીકની વ્યક્તિને જાતે જઈને, રૂબરૂમાં મળી, વાતચીત કરો.

મોબાઈલમાં એકાદ દિવસ બધા જ નોટીફીકેશન ઓફ કરી દો.

ડીનર કે લંચ લેતી વખતે પણ, દરેક વ્યક્તિ પોતાનો મોબાઇલ હોલમાં કે બીજી કોઈ જગ્યાએ મૂકી દે, જેથી એકબીજા સાથે વાતચીત કરી શકાય.

મહત્વના કામ કરતી વખતે પણ, મોબાઈલને દુર રાખવો.

મેડીકલ પ્રોફેશનમાં પણ, ડ્યુટી વખતે, ડોક્ટર કે નર્સ દ્વારા સ્માર્ટ ફોનના ઉપયોગથી દર્દીની સારવારમાં ઉણપ આવી શકે છે. તેવું જ બીજા પ્રોફેશનમાં પણ બની શકે છે. આવા કિસ્સામાં માત્ર પોતાના માટે જ નહી, પણ, બીજાને નુકશાન થતું અટકાવવા માટે પણ ડીજીટલ ફાસ્ટિંગ જરૂરી બની રહે છે.

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s