PSYCHOLOGY OF STUNT MAN..

લગભગ દર રવિવારે સાંજ પડે એટલે, બાળકો અને મિત્રો સાથે બહાર જવાનું થાય. ફરી આવીએ, કે આંટો મારી આવીએ, એમ. જરા મન ફ્રેશ થઇ જાય. બેસીને અલક મલકની વાતો થાય, ગપ્પા મરાય., આખું અઠવાડિયું કોણે શું કર્યું? એવું ઘણું બધું. જ્યાં અમે મોટેભાગે બેસીએ, તે હાઇવે પ્રકારનો રોડ જ હોય. ટ્રાફિક પણ સારું એવું હોય. પણ, લગભગ દર વખતે અચાનક ખુબ જ સ્પીડમાં બાઈક પસાર થાય, તેનો જોરથી અવાજ આવે. ૨-૩ જણા ધૂમ ધૂમ… પ્રકારના બાઈક પર સડસડાટ પસાર થતા હોય. તે અવાજ સાંભળીને જ પહેલા તો થોડું ગભરાઈ જવાય. જે ગતિથી અને જે રીતે, તે બાઈકસવાર ભીડમાંથી પણ રસ્તો કરીને આગળ વધે, તે જોઈએ તો બીક પણ લાગી જાય. ત્યારે મનમાં એક સવાલ ચોક્કસ થાય, કે આમને આવું કરવાની બીક નથી લાગતી ? શું એટલી બધી ઉતાવળ છે, જવાની. ? તેઓ એટલી બધી સ્પીડથી પસાર થાય કે, કોઈનું પણ ધ્યાન તેમના તરફ ખેચાયા વગર ના રહે.

સેલ્ફી લેવાની ઘેલછા વિશેના આપણે અનેક કિસ્સાઓ રોજ બરોજ સાંભળીએ છીએ. કોઈકે ઉંચા પર્વતની ટોચ ઉપર જઈને સેલ્ફી લીધી હોય, કોઈએ જંગલી જાનવર પાસે, કોઈએ પુર ઝડપે દોડતી ટ્રેઈનની સામે ઉભા રહીને, તો કોઈકે બંદુકની અણી માથા પર રાખીને ! આમ કરવા જતા, અનેક વ્યક્તિઓએ પોતાનો જીવ સુધ્ધાં ગુમાવ્યો હોય, તેવા અસંખ્ય દાખલાઓ આપણી સામે છે જ. તેમ છતાં, આવી ઘટનાઓ નથી અટકતી. જોખમી છે, એવું ખબર હોવા છતાં, વ્યક્તિ તે કરવા માટે આકર્ષાય છે.

થોડાં વર્ષો પહેલા, સ્ટંટ મેનની સાયકોલોજી જાણવા માટે એક સર્વે થયો હતો. તેમાં ૬ સ્ટંટ મેનનાં ઇન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. તેઓ આ પ્રકારનું જોખમી કામ, ડેન્જરસ કામ, જેમાં જીવ પણ જતો રહી શકવાની શક્યતાઓ રહેલી છે, તે શું કામ કરે છે ? અથવા તો વારંવાર કરવાનું ચાલુ જ રાખે છે ? તેમાં એવું જાણવા મળ્યું કે, તેઓની પર્સનાલીટી જ સેન્શેશન સીકિંગ પ્રકારની – વધારે એક્સાઈટમેન્ટ મળે, તેવા કામો કરવાવાળી હોય છે. આમ કરવામાં તેમને સૌથી વધારે આનંદ, ખુશી અને થ્રીલ મળતી હોય છે. રૂટીન જીવનમાં તેમને કંટાળો આવે, બોરિંગ થતા હોય, એવું અનુભવાતું હોય છે. તેમનું મન સતત શું કરવાથી વધારે એક્સાઈટમેન્ટ મળશે, તે જ શોધ્યા કરતું હોય છે. નોવેલ્ટી સીકિંગ – કશુક નવું ને નવું કરતા રહેવું, એ તેમના જીવનમાં વધારે મહત્વનું હોય છે. સાથે સાથે પોતે નક્કી કરેલ જોખમી સ્ટંટ પુરો કર્યો, પોતાની જાત સાથેની ચેલેન્જ પૂરી કરી, તે તેમનો આત્મ વિશ્વાસ વધારવાનું કામ કરતો હોય છે. વળી, જલ્દી, ટૂંક સમયમાં ફેમસ થવાનો આ શોર્ટ કટ માનવામાં આવે છે. કેમ કે, આ પ્રકારના ફોટોઝ અને વીડીઓઝ ઓનલાઈન પોસ્ટ કરવાથી તેમને મેક્શીમમ – વધારે લાઇકસ મળે અને ફોલો કરાય છે. જે તેમને થતા એક્સાઈટમેન્ટમા વધારો કરવાનું કામ કરે છે. આ બધા અનુભવોની સામે, પોતાને નુકશાન થવાની બીક કે શક્યતા તેમને મન નહીવત હોય છે.

વળી, જયારે પણ વ્યક્તિ આ સ્ટંટ પુરો કરે, ત્યાર સુધીમાં તેના મગજમાં ડોપામીન તેમજ એડ્રિનાલીન અને નોર એડ્રિનાલીન જેવા કેમિકલનો સંચાર થતો હોય છે, જે તેને સાયકોલોજીકલ કીક આપવાનું કામ કરે છે. તે વ્યક્તિ વધુ ઉત્સાહી, આત્મવિશ્વાસથી ભરપુર, ફ્રેશનેસનો અનુભવ કરે છે. જેથી કરીને, વ્યક્તિ તે વર્તન વારંવાર કરવા માટે પ્રેરાય છે.

એવું પણ માનવામાં આવે છે કે, જોખમી સ્ટંટ કરનાર વ્યક્તિના મનમાં ક્યાંક ને ક્યાંક તે માટેનો ફોબિયા – ડર – બીક રહેલા હોય છે. કેટલીકવાર તેમને પોતાને પણ આની જાણ નથી હોતી. તેઓ પોતાના આવા દબાયેલા, છુપાયેલા ફોબિયાને કાઉન્ટર કરવા માટે, તે વર્તન કરતા હોય છે. જેને કાઉન્ટર ફોબીક બિહેવિયર તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક બહુ જોખમી નાં હોય, તેવા વર્તન આપણા સમાજમાં સ્વીકાર્ય પણ છે. જેમ કે, દોરી પર અધ્ધર ચાલવું, ઊંચેથી સ્વીમીંગ પુલમાં છલાંગ લગાવવી, પેરા ગ્લાયડીંગ કરવું, ઉંચે ઉડતા હેલીકોપ્ટર માથી છલાંગ મારવી, સમંદરમાં સર્ફિંગ કરવું… જે વ્યક્તિઓ આવું વર્તન કરતી હોય છે, તેને તેના મિત્રો, સમાજ ગર્વથી જોતી હોય છે. આવા ઓછા જોખમી વર્તન પાછળ તે વ્યક્તિનો કાઉન્ટર ફોબીક એટીત્યુડ જવાબદાર હોવાનું વધારે માનવામાં આવે છે.

આપણે જયારે પણ ટીવી કે નેટ ઉપર આ પ્રકારના વીડીઓ જોઈએ, ત્યારે નીચે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હોય છે, કે આ પ્રકારના જોખમી સ્ટંટ એક્સપર્ટ દ્વારા, તેમજ તેમને ઈજા નાં થાય, તે પ્રકારની તૈયારી સાથે કરવામાં આવે છે. તેમ છતાં, સેન્શેશન સીકિંગ પ્રકારની પર્સનાલીટી ધરાવતી વ્યક્તિ, તેને નજર અંદાજ કરીને પણ આવા જોખમી સ્ટંટ કરી લેતી હોય છે.

 

Advertisements

2 comments

  1. Thoda time pehla dhoom style ni fast race no craz jowa madiyo hato.
    Stutant men toh thoda professional hoy Che .pan amuk teenagero & labarmuchiyao . Copy na chhakar ma kyareak jiv ghumavi bese Che …& Bhayank izagrast pan thay Che …

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s